રાજકોટ, રાજકોટ શહેર લોઠડા ગામે રહેતા રાજેશ સરજુભાઈ ઉ.૨૩ વિષ્ણુદાસ ગભાદાસ ઉ.૨૦ અને અમીતદાસ ઉ.૨૫ ત્રીપલ સવારી બાઈકમાં જતા હતા. ત્યારે ગોંડલ રોડ સ્કોડાના શો-રુમ સામે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ત્રણેયને માથે અને શરીરે ઇજા થતાં ૧૦૮ મારફતે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને ફરજ પરના તબીબે રાજેશને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ આદરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 157
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed